જીંદગી એક પહેલી (અનુભવ)

જીંદગી એ કલા છે.જીંદગી જીવતા આવડવું દુનિયા ની સૌથી મોટી કલા છે.એવું નથી કે જીંદગી એ ખૂબ જ સરસ ભેટ નથી જેનું મૂલ્યાંકન કરી શકાય નહીં.પણ જીંદગી જીવતા આવડે જેને સમજો તમે જીંદગી ની પરીક્ષામાં પાસ થઈ ગયા તમારે દુઃખી થવાની જરૂર નથી. કેમ તમને જીંદગી માંથી એક એક ક્ષણ માં તમે અનુભવ શીખો છો પરંતું તે શુ છે એ કદાચ તમે વિચાર્યું જ નહીં હોય તેનો ઉપયોગ શુ એ પણ કદાચ ખબર નહીં હોય.

તમે કહેવત તો સાંભળી જ હશે. માણસ અનુભવ થી ઘડાય છે.અનુભવ એ આપણી આત્માનો એક વિશ્વાસ છે.અનુભવ થી જ માણસ જીંદગી ની પરીક્ષા માં પાસ થાય છે એવું નથી કે બાર ની દુનિયામાં એ FAIL થયો તો એ જીંદગી માં ની પરીક્ષા માં FAIL એવું શકય જ નથી એ તમે જેવું વિચારો છો એનાં પાર આધારિત છે.જેમ કે તમે વિચારો FAIL એટલે તો ખાલી શબ્દ જ છે એનાથી વિશેષ શુ છે શુ તમને ખબર છે.

તો તમને થશે કે હા FAIL એટલે ખબર છે તો એનો મતલબ એવો થયો કે FAIL નો અનુભવ આપણને થયો છે. નાની મોટી દરેક વાત માં પલ પલ નાં દરેક ક્ષણ માં તેનો અહેસાસ રહેલો છે. જયાં સુધી માણસ પોતાના જીવન માં PASS નો રસ ચાખે છે ને તયારે તેને એ શબ્દ નો અનુભવ થાય છે એટલે તમે શુ સમજ્યા દુનિયામાં દરેક શબ્દ એ એક અનુભવ છે.

"એટલે જ માણસ અનુભવ થી ઘડાય છે"

દરેક શબ્દ પાછળ એક અનુભવ રહેલો હોય છે ક્યાંક ને ક્યાંક કદાચ તમને એ અનુભવ પાછળ પણ એક લાગણી છુપાયેલી હોય છે. કેવી રીતે?

આત્મજ્ઞાન એટલે પોતાના સંબંધી જ્ઞાન, પોતાના આત્માનું જ્ઞાન.
હુ કોણ, ક્યાંથી આવયો હવે પછી ક્યાં જવાનો, હુ અહીં આ જગત માં સંસાર માં શા માટે આવ્યો. મારો અહીં આવવાનો ઍક ખાસ હેતુ હોવો જોઈએ. અને એ શું છે કયુ કામ કરવા માટે જગત માં આવ્યો છું. મારા નજીકનાં સગાં-સ્ત્રી-માં-બાપ
ખરેખર માં માંરા જ સગાં છે કે હું ભ્રમમાં છું આવા અનેક પ્રશ્નમાં કુતુહલ,જિજ્ઞાસા પેદા થાય અને તેનું અનુભવ સહીત જ્ઞાન થાય તેનું નામ "આત્મજ્ઞાન".

જેને આપણે જોઇ શકતા નથી પણ છતાં આપણે જાણીએ છીએ કે તે સત્ય છે તે વિશ્વાસ.

વિશ્વાસ જીવનની શક્તિ છે. વિશ્વાસનો અભાવ અજ્ઞાન છે.

પરમેશ્વર છે એની સાબિતી ન હોવા છતાં તેમને માનવા તેં જ ખરો વિશ્વાસ કહેવાય.

શ્વાસ જો શરીર ને ટકાવે છે તો વિશ્વાસ સંબંધ ને ટકાવે છે.

વિશ્વાસ એ જ ભગવાન. જો જાત ઉપર વિશ્વાસ આવે તો બધાના ઉપર વિશ્વાસ આવે.

જો પોતાનામાં વિશ્વાસ ન હોય તો કોઇના પર વિશ્વાસ ન આવે."કૂવામાં હોય તો હવાડામાં આવે" તેનાં જેમ જ,
જો તમારી પાસે કોઈ વસ્તુ નથી તો તમે તેને બીજાને ક્યાંથી આપવાનાં આ વાત થઈ કોઈ વસ્તુની જો તમારી પાસે કશુ જ નથી તો ક્યાંથી લાવીને આપો બીજાને તેમ જ વિશ્વાસ નો અર્થ થાય છે. જો તમારી પાસે જ ન હોયતો તમે બીજાં ઉપર ક્યાંથી કરો.

માણસને પોતાનામાં જ વિશ્વાસ નથી હોતો.જીવન માંથી પસાર થતાં થતાં જ વિશ્વાસ જન્મે છે.અને તેં ક્ષણિક નહીં શાશ્વત હોય.

આ સંસાર માં જો તમે કોઈ વસ્તુ ઉપર સંપુર્ણ પણે વિશ્વાસ મુકી સકોં તેમ હોય તો તેં છે તમારું પોતાનુ મન. જે લોકો પોતાના મન નો પોતાના હૃદય નો સાદ સાંભળીને ચાલે છે તેં હંમેશા સુખી રહે છે.

નદી, શસ્ત્રધારી,લાંબા નહોર શીંગડાવાળા પશુ,સ્ત્રી અને રાજ દરબારના લોકો ઉપર વિશ્વાસ રાખવો ઘાતક સિદ્ધ થાય છે.નદી ની લહેરો ક્યારેક ઊંડા પાણીમાં ઘસડી જાય છે.શસ્ત્રધારી ક્યારેક હુમલો કરી શકે છે.સ્ત્રી ક્યારે પન જૂઠું લાંછન લગાવી શકે છે.તેમજ રાજ કુળના લોકો નાની અમથી વાતે રોષે ભરાઈ શકે છે. આ લોકો સાથે મિત્રતા કે શત્રુતા બંને ખરાબ છે.

પોતાની શક્તિ નાં બડે માનવી અશક્ય અને સખ્તમાં સખ્ત કામ આસાનીથી કરી સકે છે જો પોતાનામાં આત્મવિશ્વાસ હોય તો.

વિચાર ઉપર જો આપડે વાત કરીએ તો એમા તમારી મોજુદગી એટલે કે તમે અત્યારે વર્તમાન માં જે પણ કામ કરો છો.વિચાર તેને લગતા જ આવે છે.એટલે કે જો તમે સુતા હોવ તો તમને તેનાં જ વિચાર આવ્યાં કરશે.એ ટાઈમ માં તમે જે વિચાર કરો છો તેનાં જેમ જ છે.જે વિચાર આવ્યો તેનાં જેવા જ બીજા વિચાર આવશે એટ્લે કે તે એક ફોલ્ડર છે.એક વિચાર એ ફોલ્ડર ની જેમ કાર્ય કરે છે.જે ફોલ્ડર ખોલ્યું તેમાં એનાં જેવા બીજા વિચાર પડ્યા હોય તેજ તમને દેખાશે. જેમ કે તમે ફરવા ગયા હોય તો તમે પહેલાં ફરવા ગયા હતાં શું કર્યું હતુ કેટલી બધી મજા કરી.

Comments

Popular posts from this blog

પ્રેમ ગ્રાફી

I love my India